HomeGujaratવધુ એકવાર બોમ્બ ઉડાવવાની ધમકીએ તંત્રને દોડતું કર્યું હાઈકોર્ટની સાથે સુરત ભરૂચ...

વધુ એકવાર બોમ્બ ઉડાવવાની ધમકીએ તંત્રને દોડતું કર્યું હાઈકોર્ટની સાથે સુરત ભરૂચ અમદાવાદ કોર્ટને ઉડાવવી દેવાની ધમકી

રાજ્યમાં અગાઉ શાળા કોલેજ સરકારી કચેરી કે એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળવાના સિલસિલો હવે કોર્ટ સુધી પહોચ્યો છે  સોમવારે મોડી રાતે અંગ્રેજીમાં મેઈલ કરી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દોડતી થઇ ગઈ હતી. આ ઘટનાની વિગત એવી છે કે, કોર્ટના ઓફિશિયલ મેઈલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો આવ્યો હતો. જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેઈલ તપાસ્યો, ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાદ આજે એટલે કે 24 કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકીને પગલે કોર્ટ કાર્યવાહી કરાઈ સ્થગિત કરવામાં આવી છે. તેમજ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ કરી છે.

ઈ મેઈલની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી. જે બાદ જજે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેઈલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા. જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.પોલીસને જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી (SOG)ની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરે પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ અઘટિત ઘટનાને ટાળી શકાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW