HomeGujaratમોરબી 181 અભયમ ટીમે ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું તેના પરિવાર...

મોરબી 181 અભયમ ટીમે ભૂલી પડી ગયેલ 6 વર્ષની બાળકીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી: તા. 02/01/2026ના રોજ સાંજના સમયે પોલીસ સ્ટેશનમાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે, આશરે છ વર્ષની ઉંમરની એક બાળકી રસ્તો ભૂલી જતા મળી આવી છે અને તાત્કાલિક મદદની જરૂર છે.

માહિતી મળતાની સાથે જ 181 અભયમ ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ વિલાસબેન તથા પાયલોટ મહેશભાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા જણાવાયું હતું કે, સાંજના સમયે એક રિક્ષાચાલકે રસ્તા પર એકલી, ડરી ગયેલી અને રડતી હાલતમાં બાળકી જોઈ હતી. માનવતાના નાતે રિક્ષાચાલકે બાળકીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન ખાતે સોંપી હતી.

181 ટીમે સૌપ્રથમ બાળકીને સાંત્વના આપી અને વિશ્વાસમાં લઈ સરળ ભાષામાં વાતચીત શરૂ કરી હતી. પરંતુ બાળકી અત્યંત ગભરાયેલી હોવાથી શરૂઆતમાં કોઈ માહિતી આપી શકી નહોતી. સતત પ્રયાસો બાદ બાળકીને ઓળખતા તેના પરિવારજનો મળી આવ્યા.

પરિવારજનોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશના વતની છે અને મોરબીમાં એક કંપનીમાં મજૂરી કામ માટે આવ્યા છે. કામમાં વ્યસ્ત રહેવાના કારણે બાળકી રમતા રમતા દૂર નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી ગઈ હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં તથા અનેક લોકોને પૂછપરછ કરી હતી, પરંતુ બાળકી વિશે કોઈ માહિતી ન મળતાં તેઓ ચિંતિત બન્યા હતા.

181 અભયમ ટીમે બાળકીના પરિવારના તમામ આધાર-પુરાવા મેળવી તેમને જરૂરી સલાહ, માર્ગદર્શન તથા કાયદાકીય માહિતી આપી હતી અને ભવિષ્યમાં બાળકની વધુ કાળજી રાખવા અંગે સમજાવ્યું હતું. અંતે, બાળકીનું તેના પરિવાર સાથે સલામત અને સુખદ મિલન કરાવી મોરબી 181 અભયમ ટીમ, વાંકાનેર પોલીસ તથા મોરબી તાલુકા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW