HomeGujaratવાંકાનેરના રાતિદેવળી ગામ નજીક આઇસરમાંથી 4,944 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના રાતિદેવળી ગામ નજીક આઇસરમાંથી 4,944 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે ચોક્કસ માહિતી મળી હતી કે, આઇસર નંબર GJ-03-BY-1451 વાંકાનેરથી જડેશ્વર રોડ મારફતે ટંકારા તરફ જઈ રહ્યો છે. મળેલી માહિતી અનુસાર, આ આઇસરમાં ડ્રાઈવર કેબિન પાછળ ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ખાણામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

આ સચોટ બાતમીના આધારે એલ.સી.બી.ના અધિકારી અને કર્મચારીઓ પંચોની હાજરીમાં વોચ ગોઠવી રહ્યા હતા. દરમિયાન બાતમી મુજબનું આઇસર પસાર થતું નજરે પડતાં તેને કોર્ડન કરીને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આઇસરની બોડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની કુલ 4,944 બોટલો, જેની કિંમત રૂ. 8,10,480 થાય છે, તેમજ અન્ય મુદામાલ મળીને કુલ રૂ. 22,28,078 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓ સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ (ઉ.વ. 39) તથા સોયબ ઉમરભાઈ જામ (ઉ.વ. 40), બંને રહેવાસી ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરવાળા ને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સ મેહુલભાઈ ગોવિંદભાઈ સાબરીયા, રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર,નું નામ ખુલ્યું હતું. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW