HomeGujaratમોરબીના માનસર ગામે વાડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, રૂ. 24 લાખનો...

મોરબીના માનસર ગામે વાડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, રૂ. 24 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી LCB તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળી હતી કે, મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે.નાની વાવડી ભક્તિ સોસાયટી તા.જી.મોરબીવાળો જે માનસર ગામની સીમ માનસર તથા નારણકા ગામ જવાના જુના કાચા માર્ગપર આવેલ પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની અંદર બનાવેલ પ્લાસ્ટીકના તંબુમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.તેવી બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ વાડીની અંદર પ્લાસ્ટીકનો તંબુ બનાવેલ હોય જેમાં રેઇડ કરતા ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે તંબુમાં ભોય તળીયે જુગાર રમતા મનસુખભાઈ બાબુભાઈ જીલરીયા રહે. નાનીવાવડી ભક્તિ સોસાયટી મોરબી, રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર સિદ્ધિવિનાયક ટાઉનશીપ મોરબી, માનસિંગભાઈ દેવાભાઈ સોમાણી રહે. વવાણીયા તાલુકો માળીયા જી. મોરબી, ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા રહે. મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી જી.મોરબી, રાજેશભાઈ મકનભાઈ મહાલિયા રહે. વર્ષામેડી ગામ તાલુકો માળીયા જી.મોરબી, વિવેકભાઇ વિનોદભાઈ ગોસ્વામી રહે. દહિસરા તાલુકો માળીયા અને નયનભાઈ પરસોત્તમભાઈ સનિયારા રહે. પ્રભુકૃપા ટાઉનશિપ મહેન્દ્રનગર જી. મોરબીવાળાને રોકડા રૂ. 9,06,500 તથા બે વાહન સહિત કુલ કિ.રૂ. 24,06,500ના મુદામાલ સાથે પકડી પાડી તે તમામ આરોપીઓ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW