હળવદ તાલુકાના કોયબા, સુંદરી ભવાની,ઘનશ્યામપુર સહિતના અલગ અલગ ગામની 344 વીઘા જમીનના બોગસ દસ્તાવેજ બનાવી સરકારી જમીન બારોબાર પચાવી પાડવાનું કૌભાંડ થયું હતું. કલેકટરના આદેશ બાદ હળવદ મામલતદાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી જેમાં 2 મહિલા સહિત 9 આરોપીઓ સામે ફરિયાદ નોધવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં અલગ અલગ 4 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી રમેશ બબાભાઈ કોળી નાસતો ફરતો હતો, જેને પકડવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી હતી અને ગઈકાલે ચોક્કસ બાતમી આધારે તેને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

