મોરબીની મહેન્દ્રનગર ચોકડી બ્રીજ પાસે GJ-36-V-5149 નંબરના ડમ્પર ચાલકે ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ચોકડી ઉપર વણાંક પર ફરી.હિતેષભાઈના પિતાના GJ-36-AS-0936 નંબરના જયુપીટરને સાઈડના ભાગે ઠોકર મારતા હિતેશભાઈના પિતા જગદીશભાઈને શરીરે માથાના ભાગે તથા હાથના તથા પગના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નિપજાવી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં તે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

