HomeGujarat3 સંતાનના પિતા બન્યો હેવાન દીકરી જેવી 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો...

3 સંતાનના પિતા બન્યો હેવાન દીકરી જેવી 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો

રાજકોટ જિલ્લાના આટકોટમાં એક માનવતા શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે જેમાં ત્રણ સંતાનના એક પિતા પર હવસ એટલો હાવી થયો હતો કે તેણે પોતાની પુત્રીની ઉમરની દીકરી સાથે તમામ હદ વટાવી હતી આ શખ્સ દ્વારા એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે સફળ ન થતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આ ઘટના બાદ બાળકીને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં  મજુરી કામ કરતા એક શ્રમિક પરિવાર  ગત  તા તારીખ 4ના રોજ પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો. બનાવ સામે આવતા હડકપ મચી ગયો હતો અને  રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્દોડતી થઇ હતી અને અલગ અલગ ટીમ બનાવી આરોપી સુધી પહોચી હતી  સમગ્ર બાબતે રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસે 10 જેટલી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી 30 વર્ષીય રામસીંગ તેરસીંગની ધરપકડ કરી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. આ આરોપી પણ અહીં આટકોટમાં ભાગીયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW