હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે રણછોડગઢ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગામની સીમમાંથી 215 લીટર દેશી દારૂ અને 2600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી કુલ રૂ. 1,08,000ના મુદામાલ સાથે સહદેવભાઈ કનુભાઈ સુરેલા અને ઈલેસ શંભુભાઈ ડાભી નામના બે શખ્સોને પોલીસે પકડી લઈ તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

