Sunday, January 18, 2026
HomeGujaratહળવદમાં વેપારીને લૂંટી આરોપીઓએ કાર ખરીદી,પોલીસે ગણતરી કલાકોમાં 2 આરોપીને દબોચી રૂ...

હળવદમાં વેપારીને લૂંટી આરોપીઓએ કાર ખરીદી,પોલીસે ગણતરી કલાકોમાં 2 આરોપીને દબોચી રૂ 5.11 લાખ કબજે કર્યા

હળવદના રાણેકપર રોડ પર  ગત મંગળવારે સાંજના સમયે એક લૂંટનો સનસનીખેજ બનાવ બન્યો હતો જેમાં કમીશન એજન્ટનું કામ કરતા વેપારીની આંખમાં મરચું છાંટી રૂ 6.90 લાખની લૂંટ  ચલાવી ફરાર થઇ ગયા હતા ઘટનાની ફરિયાદ નોધાયા બાદ પોલીસ સક્રિય બની હતી હળવદ પી આઈ આર ટી વ્યાસ, પીએસ આઈ કે એચ અંબારિયા એએસઆઈ અજીતસિંહ, હળવદ પોલીસની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરી હતી દરમિયાન શહેરના અલગ અલગ  વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી આ ઉપરાંત પોલીસે પોતાના બાતમીદારોને સક્રિય કરતા આરોપીઓ નું પગેરું મળી આવ્યું હતું જે બાદ અલગ અલગ ટીમ  લૂંટ કરનાર બન્ને આરોપીને દબોચી લીધા હતા જેની પુછ પરછ કરતા એક આરોપીનું નામ  રાહુલ ઉર્ફે પીંગરો વિજય હળવદીયા જે મોરબીના વિસીપરામાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા હોવાનું જયારે તેની સાથેનો બીજો આરોપી  કિશન મોતી પરસાડિયા જે દલવાડી સર્કલમાં આવેલા ,મચ્છો નગરમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપીઓ  પ સેથી લૂંટ કરાયેલા રકમમાંથી રૂ 5.11 લાખ રકમ તેમજ લૂંટ માટે વપરાયેલ બાઈક જપ્ત કર્યું હતું જયારે બાકીની રકમથી આરોપીઓએ એક આઈટેન કાર ખરીદી હતી જેથી પોલીસે આ કાર પણ કબજે કરી હતી આરોપીઓની પૂછ પરછ કરતા અગાઉ લૂંટની ઘટનાને કબુલાત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page