Sunday, January 18, 2026
HomeGujaratહવે દુષ્કર્મ કરતા પહેલા 10 વાર વિચારી લેજો કોર્ટ ફાંસીની સજા ફટકારતા...

હવે દુષ્કર્મ કરતા પહેલા 10 વાર વિચારી લેજો કોર્ટ ફાંસીની સજા ફટકારતા અચકાશે નહી ! વલસાડ પોલીસે દુષ્કર્મના આરોપીને અપાવી ફાંસી ની સજા

નાની બાળકી કે કિશોરીઓ પર અવાર નવાર દુષ્કર્મની ઘટના બનતી હોય છે જોકે થોડા દિવસમાં આ ઘટનાની ચર્ચા થયા બાદ લોકો ભૂલી જતા હોય છે જોકે પોલીસ જયારે આવી ઘટનાને અંજામ આપનારને શિક્ષા આપવાનું નક્કી કરે તો ભલભલા આરોપીના પેન્ટ ભીના થતા વાર નથી લાગતી  જયારે દુષ્કર્મ કે અપહરણ અને હત્યાની ઘટનામાં ભોગ બનનારને ન્યાય માટે વર્ષો લાગી જતા હોય છે ત્યારે વલસાડ પોલીસની સક્રિયતા તેમજ વલસાડ સેસન્સ કોર્ટની ઝડપી ટ્રાયલ ને કારણે માત્ર બે વર્ષમાં આરોપીને ફાંસી જેવી અતિ કઠોર સજા મળી છે જેના કારણે હવે આવું હીન કૃત્ય કરતા કોઈ પણ શખ્સ 10 વાર વિચારતો થઇ જશે

વલસાડ પોલીસે પોતાની સક્રિયતાથી સમગ્ર રાજ્યની પોલીસ  માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે વર્ષ 2023માં  વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં આવતા વિસ્તારમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની હતી જેમાં વલસાડ જિલ્લાના વાપી ડીવીઝન વિસ્તારમાં આવતા  ડુંગરા પોલીસ મથક ના એક વિસ્તારમાંથી  23 ડીસેમ્બર 2023 ના રોજ મૂળ દિલ્હીના વતની અને નાના ડુંગરા વિસ્તારમાં ભંગારના વાડા માં મજુરી કામ કરતા એક સામાન્ય પરિવારની 6 વર્ષની બાળકીના અપહરણ થયાની ઘટના સામે આવી હતી જે બાદ વલસાડ જિલ્લા પોલીસના તત્કાલીન એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં વાપી ડીવાય એસપી બી એન દવે પી આઈ મયુર પટેલ અને પોલીસ ની ટીમે સ્થાનિકોની મદદ થી ડુંગરા વિસ્તારમાં કોમ્બીગ કરી બાળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા જોકે આરોપી પર જાણે જુનુન સવાર હોય તેમ બાળકીની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેના પોસ્ટ મોર્ટમ કરાવતા હ્રદય ને કંપારી છોડાવી દે તેવી હકીકત સામે આવી હતી હવસ ખોરે આ નાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુંઅને પકડાઈ જવાના ડરથી  હત્યા કરાઈ હોવાનું સામે આવતા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે પ્રશ્નો ઉભા થયા હતા આ ઘટના બાદ પોલીસની ટીમ દ્વારા 42 જેટલા સીસીટીવીની ઝીણવટ પૂર્વક તપાસ કરતા એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો હતો જેને પકડી તપાસ કરતા પોતાનું નામ રજાક સુભાન ખાન જણાવ્યું હતું જે બાદ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો

પોલીસ કેસમાં ગંભીરતા દાખવી હતી અને ભોગ બનનાર દીકરીને ઝડપી ન્યાય મળે તે માટે તમામ પ્રયાસ કરી  માત્ર 19 દીવસમાં કેસને લગતા પુરાવા એકત્ર કરી ચાર્જ સીટ ફાઈલ કરી હતી આં ઉપરાંત કેસના ઝડપી ટ્રાયલ ચાલે તે માટે પોલીસ દ્વારા પુરતો સહયોગ આપતા ઘટના બન્યા માત્ર 35 મહિનામાં વાપી સેસન્સ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી પોલીસે આ કેસમાં રજુ કરેલા મેડીકલ રીપીઓર્ત સાઇન્ટી ફિક રીપોર્ટ ફોરેન્સિક રીપોર્ટ ટેકનીકલ ટીમ દ્વારા રજુ કરાયેલા પુરાવા કેસ લગતા દસ્તાવેજ પુરાવા રજુ કર્યા હતા જેના આધારે વાપી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીન રજાક સુભાન ખાનને ફાંસી સજા ફટકારી હતી જયારે ભોગ બનનાર પરિવારને વળતર પેટે રૂ 17 લાખની ચુકવણી કરવા કોર્ટે આદેશ કર્યો હતો
વલસાડ પોલીસની આ કામગીરીને  નાયબ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ વખાણ કર્યા હતા.વલસાડમાં પોણા બે વર્ષ પહેલા એક ગરીબ પરિવારની દીકરી સાથે દુષ્કર્મ અને તેની હત્યાની ઘટના બની હતી આ દુઃખદ ઘટનામાં પોલીસ આ પરિવારની સતત સાથે રહી હતી જયારે લોકો કહેતા હતા કે આ ગરીબ પરિવારની દીકરીનો કોણ ન્યાય આપશે બે દિવસ બાદ લોકો ઘટના ભૂલી જશે પણ હું વલસાડ પોલીસને અભીનંદન આપું છું કે એ નરાધમ શખ્સ વિરુદ્ધ મજબુત પુરાવા એકત્ર કર્યા અને  માત્ર પોણા બે વર્ષના સમયમાં આરોપી ને ફાંસી ની સજા અપાવી ન્યાય આપવ્યો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page