HomeGujaratમોરબીનીસિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં શ્રમિકે સાથે રહેતી યુવતીને માર મારી હત્યા નિપજાવ્યાના ગણતરીના...

મોરબીનીસિરામિક ફેક્ટરીના ક્વાર્ટરમાં શ્રમિકે સાથે રહેતી યુવતીને માર મારી હત્યા નિપજાવ્યાના ગણતરીના કલાકોમાં શ્રમિકનું પણ મોત

મોરબીના લખધીરપૂર રોડ પર આવેલા લેક્સસ સિરામિક નામની ફેક્ટરીના ક્વાર્ટરમાં સાથે રહેતા અને મજુરી કામ કરતા  મૂળ એમપી ના  વતની નરેન્દ્ર સિંગ કમાંસિંગ  ધ્રુવેલ નામનો  પુષ્પાદેવી ગંભીર સિંહ નામની યુવતી પણ તેની  સાથે રહેતી હતી ગત શુક્રવારના રોજ બન્ને વચ્ચે  કોઈ બાબતે ઝઘડો થયો હતો તે દરમિયાન નરેન્દ્રએ પુષ્પાદેવીને  મારમાર્યો હતો, ઘટનામાં પુષ્પાદેવીને ગંભીર  ઇજા પહોંચતા તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ બાદ  પુસ્પાદેવી ના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને મૃતક ના પરિજનની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરીહતી પોલીસે આ બનાવમાં પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી નરેન્દ્રની અટકાયત કરી હતી. અને તાલુકા પોલીસ મથક ખાતે લાવી હતી આરોપીની અટકાયત કર્યાના ગણતરીની મિનિટમાં નરેન્દ્ર ધ્રુવેલની તબિયત લથડી હતી અને અચાનક તેનું  મોત થયુ હતું પોલીસને આ અંગેની જાણ થતા પોલીસ બેડામાં ખડભળાટ મચી ગયો હતો પોલીસ કસ્ટડીમાં રહેતા આરોપીના મોત થી પોલીસ તંત્ર દોડતું થયું હતું ઘટના બાદ નરેન્દ્રના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને તેના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું મોતનું કારણ હજુ સામે આવ્યું નથી પણ પ્રાથમિક રીતે અચાનક હાર્ટ બંધ થવાથી મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે

બનાવ બાદ એ ડિવિઝન પી આઈ, ડીવાએસપી વિરલ દલવાડી સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW