HomeGujaratમોરબીમાં SIR કામગીરી પૂરી કરવા સપ્તાહ બાકી,6,24,320 ફોર્મ વેરીફાય થયા

મોરબીમાં SIR કામગીરી પૂરી કરવા સપ્તાહ બાકી,6,24,320 ફોર્મ વેરીફાય થયા

રાજ્યભરમાં ગત 4 નવેમ્બરથી મતદારોના વેરિફિકેશન કામગીરી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન શરૂ કરાયું છે જે આગામી 4 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની છે. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભામાં કુલ 8 લાખ 50 હજાર 142 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 27 નવેમ્બર સુધીમાં 8,46,948 ફોર્મ વિતરિત થયા હતા. જે પૈકી 23 દિવસ દરમિયાન 98 ટકા જેટલા ફોર્મ બીએલઓને જમા કરાયા છે જે ફોર્મની વિગત ડિઝિટાઈઝેશન કરાઇ રહી છે.

અત્યાર સુધીમાં 6,24,418 ડિજિટલાઇઝેશન થયું છે જેમાંથી અત્યાર સુધીમાં 6,24, 320 ફોર્મનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જો કે હજુ પણ 2,22,628 મતદારોનું વેરિફિકેશન બાકી છે.આ માટે મુદ્દત માટે એક સપ્તાહ જેટલો સમય બાકી છે બીજી તરફ બીએલઓ પર કામના દબાણને કારણે કામગીરી પર પણ અસર પડી રહી છે માનસિક તનાવ ને વચ્ચે સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ તે અંગે પણ આશંકા સેવાઈ રહી છે

મોરબી જિલ્લામાં થયેલી કામગીરી મુજબ જોઈએ તો અત્યાર સુધીમાં 13829 મતદારોના મોત કન્ફર્મ થયા છે તો 11, 712 મતદારો કાયમી શિફ્ટ થયા છે 467 મતદારો એવા છે, જેની કોઈ વિગત ટ્રેક થઇ શકી નથી. 1216 મતદારોનું અગાઉથી એનરોલમેન્ટની થયું છે, જયારે 60 મતદારોમાં અન્ય કોઈ કારણસર ટ્રેકિંગ ન થતા અત્યાર સુધીમાં કુલ 27, 284 મતદારોનું ટ્રેકિંગ થયું છે.મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં એસઆઈઆરની કામગીરી 73.44 ટકા કામગીરી પૂર્ણ થઇ હોવાનું સામે આવ્યું છે એટલે કે સપ્તાહમાં હજુ 26.56 ટકા કામગીરી બાકી છે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા સીટમાં મતદારોની સંખ્યા મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં છે મોરબી માળિયા વિધાનસભા સીટમાં હાલ 296 520 મતદારો નોંધાયેલા છે જેમાંથી 222 936 મતદારોનું બી એલઓ દ્વારા વેરીફીકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે ટંકારા બેઠકની વાત કરીએ તો અહી 256 476 મતદારોનું વેરીફીકેશન કરવાનું હતું જેમાંથી 185 807 મતદારોનું વેરીફીકેશન થયું જયારે વાંકાનેર બેઠકમાં 293 952 મતદારો માંથી 215577 મતદારોનું વેરીફીકેશન પૂર્ણ થયું છે

મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા સીટ પર 27 નવેમ્બર સુધીમાં થયેલી પ્રક્રિયા મુજબ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં 67 55 મતદારોના મોત થયા હતા જયારે ટંકારા બેઠકમાં 2238 અને વાંકાનેર બેઠકમાં 4836 મતદારોના મોત થયા હોવાનું જાહેર થયું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW