મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા અને મજૂરો કામ કરતા કાસમ કાદરભાઈ કાજ્ડીયા નામના શ્રમિકને અગાઉ મજુરી કામ બાબતે અર્જુન અરવિંદભાઈ દેવીપુજક નામના શખ્સ સાતેહ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ગત તા 22 ના બપોરના સમયે રાજપર ગામ પાસે આવેલા સરકારી ગોડાઉન નજીક આઈસર ટ્રકમાં તેમના શેઠ સાથે બેસીને પંચર કામ કરાવતા હતા ત્યારે આરોપી અર્જુન ત્યાં આવી પહોચ્યો હતો અને બેફામ ગાળો બોલી લોખંડની ટામી વડે હુમલો કરી માથાના ભાગે ઈજા પહોચાડી હતી બનાવ અંગે કાસમભાઈએ તાલુકા પોલીસ મથકમાં આરોપી અર્જુન વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

