HomeGujaratમોરબીમાં નજીવી બાબતે એક શખ્સે રિક્ષા ચાલક પર હુમલો કર્યો

મોરબીમાં નજીવી બાબતે એક શખ્સે રિક્ષા ચાલક પર હુમલો કર્યો

મોરબીના ભડીયાદ ગામે રહેતા મુળજીભાઈ શામજીભાઈ વઘોરાએ આરોપી પ્રભુ ઉર્ફે ઉદય કોળી રહે.મોરબીવાળા સામે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી મુળજીભાઈ ભડીયાદ કાંટા પાસે સરકારી શાળા સામે રીક્ષા સ્ટેન્ડ પર પોતાની રીક્ષા નં.GJ-03-AX-9710લઇને ઉભા હતા. તે દરમ્યાન આ આરોપીએ ફરીયાદીને પોતાની રીક્ષા અહિથી લઇ લેવાનુ કહેતા મુળજીભાઈએ પોતાની રીક્ષા ના લેતા આ આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇને મુળજીભાઈને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરીને ફરીયાદીની રીક્ષા પર પથ્થર મારીને રીક્ષાના કાચ તોડી નાખેલ આ દરમ્યાન ફરીયાદી આરોપી પાસે જતા આરોપીએ બીજો પથ્થર ફરીયાદીને મારતા ફરીયાદીને જમણા હાથના કાંડામા ફેકચર જેવી ગંભીર ઇજા કરી તેમજ ઝપા ઝપી કરી ફરીને નીચે પાડી દઇ જમણા પગે તેમજ જમણા હાથે મુઢ ઇજા કરી ભુડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW