મોરબીના ભરતનગર ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને ડમ્પરે ઠોકર મારી હતી. જે બનાવમાં બાઈકમાં સવાર ત્રણમાંથી બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકને બીજા પહોંચતા સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી-માળીયા નેશનલ હાઇવે પર આવેલા ભરતનગર ગામ પાસે ગત તારીખ 18ના રાત્રીના સમયે મધ્યપ્રદેશના વતની અને હાલ રવાપર નદી ગામ પાસે આવેલા એક્સપર્ટ પાર્ટીકલ બોર્ડ નામની ફેક્ટરી ના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા અમિતભાઈ રમેશભાઈ વિશ્વકર્મા, શિવરામ ભેરુ સીગ ભાભોર અને અન્ય એક વ્યક્તિ બાઈક પર થી પસાર થતા હતા, ત્યારે નંબર પ્લેટ વિના દોડતા એક ડમ્પરના ચાલકે આ બાઈકને પાછળ થી ઠોકર મારી હતી. જેના કારણે બાઇકમાં સવાર ત્રણેય લોકો નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા પહોંચતા અમિત અને શિવરામનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું અન્ય એક વ્યક્તિને બીજા પહોંચતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ વંગે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

