HomeGujaratમોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી...

મોરબીમાં વ્યાજખોરોનું વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

મોરબી શહેરમાં આવેલ નિતિન પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઈ કાંતિલાલ થોરિયાએ આરોપી ટીનાભાઈ ઉર્ફે વરૂણભાઈ જીવણભાઈ જીલરીયા રહે. શનાળા મોરબી તથા ભાવેશભાઈ રબારી રહે. બન્ને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી ચેતનકુમારના ભાઇએ આરોપી ટીનાભાઈ પાસેથી આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂપીયા 30 % ના દરે વ્યાજે લીધેલ અને નવ લાખ જેટલુ વ્યાજ આપેલ ત્યારબાદ ફરીયાદીના ભાઇએ આરોપી પાસેથી ઉચા વ્યાજે લીધેલ અને ચેતનકુમારના ભાઇએ આરોપીને 30% લેખે દર માસે 90,000વ્યાજના આપેલા તેમ છતા ફરીયાદીએ આરોપી પાસેથી ત્રણ લાખના પાચ ટકાના વ્યાજ ચુકવી આપવાની વાત કરેલ અને તેની અવેજીમા ફરીયાદીના ભાઇએ તેના બેન્કનો ચેક રૂ. 3,50,000નો લખી આપેલ હોય અને ફરીયાદીએ આરોપીને વ્યાજની રકમ સમય સર નહી આપતા આરોપીએ ફરીયાદીને અલગ-અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ અને બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW