મોરબીના પાવનપાર્કમાં રહેતા અને મૂળ બિહારના વતની ગૌતમકુમાર શૈલેન્દ્રકુમાર ઝાએ આરોપી હિતેશભાઇ પટેલ રહે.કુમાર ઇન્ડસ્ટ્રીઝ મોરબી-2, ત્રણ અજાણ્યા ઈસમો તેમજ એક અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી ગૌતમકુમાર કુંદનભાઈને આપેલ હાથ ઉછીના રૂપિયા પરત લેવા માટે કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ બાદ પરત ફરતા હતા, ત્યારે ગૌતમકુમારના મિત્ર વિજયભાઈ તથા આરોપી હિતેશભાઇ પટેલને અગાઉ કોઈ વાતનું મનદુખ હોય જેનો ખાર રાખી ગૌતમકુમારને આરોપી હિતેશભાઇએ પકડી રાખી ફોન કરી બીજા ત્રણ માણસો બોલાવતા તેઓ આવી જતા અજાણ્યા ત્રણેય માણસોએ ફરિયાદીને પકડી રાખી લાકડાની હોકી વડે ગૌતમકુમારને બન્ને પગે સાથળ ઉપર પાછળ માર મારી મુંઢ ઈજા કરી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

