મોરબીના પ્રેમજીનગરમાં રહેતા નિલેશભાઇ જયંતિભાઇ શેખવાએ આરોપી કાનાભાઇ કોળી અને તેના છોકરા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આ ફરિયાદી નીલેશભાઈના કૌટુમ્બિક કાકા ભુપતભાઇને આરોપી કાનાભાઈ કોળી વાળા સાથે ઢુવા માટેલ રોડ પાસે સ્પા ભાડે રાખવા અંગે વાતચીત કરતા હતા. તે દરમિયાન આરોપીએ નીલેશભાઈના કાકા સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદી વચ્ચે પડતા ફરિ.નીલેશભાઈને માથામાં પાઇપ મારી ઇજા કરેલ અને ફરિ. નીલેશભાઈ તથા સાહેદ ત્યાથી ભાગી પેટ્રોલપંપ પાનની દુકાન પાસે પહોંચતા આ બન્ને આરોપીએ પાછળથી આવી ઉભા રાખી ફરિ.ને જાતિ પ્રત્યે હડધુત કરી આરોપીને માથાના ભાગે પાઇપ મારેલ અને પ્લાસ્ટીકની પાઇપ વાંસાના ભાગે મુંઢ ઇજા કરી સાહેદ કૌંટુમ્બિક ભાઇ હિતેષભાઇને આરોપીએ માથામાં પાઇપ વડે માર મારી મુંઢ ઇજા કરી હતી.

