HomeGujaratમોરબીના મકનસર ગામ પાસે ટ્રક ચાલકે બાઈક અને રિક્ષાને હડફેટે લેતા બેને...

મોરબીના મકનસર ગામ પાસે ટ્રક ચાલકે બાઈક અને રિક્ષાને હડફેટે લેતા બેને ઈજા

વાંકનેરના રાતાવીરડા ગામે રહેતા મોજેરામ કેશવદાસ દુધરેજીયાએ આરોપી MP-09-HH-6919 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.11/11/2025ના રોજ ફરીયાદી મોજેરામ તથા સાહેદ કરણાભાઈ ગોલતર બંને કરણાભાઈના GJ-13-LL-3327 નંબરના બાઈકમાં તથા સાહેદના રીક્ષા નંબર GJ-36-W-1665 વાળા ઉભા હતા ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળો MP-09-HH-6919 નંબરનો ટ્રક પુરઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોજેરામએ મણકામા ઓપરેશન કરાવેલ છે તથા પાસણીમા ફેકચર થયેલ છે તથા જમણા પગના પંજાનુ હાડકુ ભાંગી ગયેલ છે અને જમણા હાથે છોલછાલ થયેલ છે તથા સાહેદ કરણાભાઈને જમણા પંજામા ઢીચણે તથા મણકામા ઈજા કરેલ તથા કમરમા ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરેલ અને સાહેદની રીક્ષામા નુકશાન કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW