HomeGujaratમોરબીના મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટર-પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

મોરબીના મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટર-પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યની તરફથી નીચે મુજબના મુદ્દાઓ પર તાત્કાલિક વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા રજુઆત કરવામાં આવશે.

1. ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી:
BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે વોરંટ જેવી કાર્યવાહી કરવી સદંતર બંધ કરવામાં આવે, કારણકે શિક્ષકો પણ ચૂંટણી પંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે. આવી પ્રથા ગુલામશાહી સમાન અનુભૂતિ આપે છે.

2. BLO ફરજનો સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવો:
કેન્દ્રિય ચૂંટણી આયોગના આદેશ અનુસાર અન્ય 12 કેડરના કર્મચારીઓમાં સમાન રીતે BLO ફરજ ફાળવવાની જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવવામાં આવે. હાલમાં 90% થી વધુ BLO શિક્ષકો છે, જે અયોગ્ય છે.

3. શિક્ષકો માટે અલગ BLO કેડર રચના કરવી:
આગામી સમયમાં BLO કામગીરી માટે શિક્ષણ કર્મચારીઓને બદલે અલગ કેડર રચી, શિક્ષકોને શૈક્ષણિક કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે.

4. શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી:
BLO કામગીરી બાબતે અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કે ધમકાવણીના બનાવો ન બને તે માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.

5. માનવતાપૂર્વકની પ્રક્રિયા:
કોઈ શિક્ષક સામાજિક કે યોગ્ય કારણસર મીટિંગ કે કામગીરીમાં હાજર ન રહી શકે તો તેની સમજૂતી મેળવી સ્પષ્ટતા માટે તક આપવામાં આવે.

6. આ ઉપરાંત SIR ઓનલાઈન એન્ટ્રીની વધારાની કામગીરી પણ આપવામાં આવી છે. જે માટે ડેટા, મોબાઈલ કે લેપટોપ જેવા સંસાધનો આપવા અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી ના ઓર્ડર કરવામાં ન આવે.

7. શિક્ષણપ્રતયે સરકારની પ્રતિબદ્ધતા જાળવવી:
ગુજરાતના શિક્ષણક્ષેત્રને મજબૂત બનાવવા શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં રોકવાની નીતિથી દૂર રહી શિક્ષણની ગુણવત્તા વધારવા શિક્ષકોની ઉર્જા ઉપયોગી બને તેવા નિર્ણયો લેવાં જરૂરી છે.

શિક્ષકો રાષ્ટ્રનિર્માણની મુખ્ય કડી છે. તેમના સન્માનને જાળવી રાખીને જ શિક્ષણક્ષેત્રમાં ગુણવત્તા લાવી શકાય. આથી BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે ધરપકડ વોરંટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે, આ માટે અલગ કેડર ઉભી કરવામાં આવે, તથા ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીઓમાંથી સમાન ફાળવણી થાય, તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત રાજ્યનું સામૂહિક આવેદન છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આ આવેદન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તથા મુખ્ય ચૂંટણી અધિકારીને પહોંચતું કરવાનું હોય 500 જેટલા બીએલઓ તેમજ શિક્ષક બંધુ/ભગીનીઓને કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી દરેક વિધાનસભા સીટના પ્રાંત અધિકારી અને કલેકટરને આવેદન આપ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW