મોરબી તાલુકાના નવા સોખડા ગામમાં રહેતા ચેતનભાઈ નાથુભાઈ મકવાણા એ તેમના કાકા રમેશભાઇ સાથે ચાલતા પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોઇ અને આ આરોપીઓને સારૂ નહી લાગતા જેનું મનદુઃખ રાખી આરોપીઓ પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, મહેશભાઇ ભીમજીભાઇ સુરેલા, ભીમજીભાઇ પરષોતમભાઇ સુરેલા, મનસુખભાઇ લાભુભાઇ સુરેલાએ ચેતનભાઈને ભુંડાબોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી પ્રવિણભાઇએ લાકડાના ધોકા વતી ફરીયાદીને ડાબા પડખામાં વાંસાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં ચેતનભાઈ એ ગામના જ પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, મહેશભાઇ ભીમજીભાઇ સુરેલા, ભીમજીભાઇ પરષોતમભાઇ સુરેલા, મનસુખભાઇ લાભુભાઇ સુરેલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મોરબીના સોખડામાં યુવાને કાકા સાથે ચાલતા ઝઘડાનું સમાધાન કરી લેતા યુવકને ચાર શખ્સોએ માર માર્યો
RELATED ARTICLES


