વજેપરની સર્વે નંબર 602 નાજમીન કૌભાડ બાદ વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં મોરબીના વજેપર ગામની સર્વે નંબર 767 પૈકી 2 ની જમીન વેચાણ માટે દર્શિત પ્રવિણભાઇ મેવાડા નામના શખ્સ દ્વારા અમિત મોહન ચાવડા નામના યુવક સાથે મળી જમીનના મૂળ માલિક તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાના નામના બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી લીધા હતા અને દલાલ મારફતે મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરીયા ને વેચવા નિકળ્યા હતા મિલનભાઈ દ્વારા જમીન દસ્તાવેજમાં માલિકની ઉમર અને આધારકાર્ડ પાન કાર્ડની ઉમર અલગ જણાતા મિલનભાઈને શંકા ગઈ હતી જેથી તેઓએ તેમના નજીકના એક વ્યક્તિ મારફતે તપાસ કરતા તેઓને મૂળ માલિકના વારસદારો સાથે ભેટો થઈ ગયો હતો અને તેઓની જમીન બારોબાર વેચી નાખવા ની ફિરાકમાં હોવાનું જાણવા મળતા તેઓએ રૂપિયા આપવાના આરોપી અમિત ચાવડાને બોલાવ્યો હતો બાદમાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવતા તેઓએ બન્ને આરોપી વિરુદુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મોરબીમાં બોગસ પાન કાર્ડ અને આધારકાર્ડ બનાવી બીજાની બારોબાર જમીન વેચવાનું કારસ્તાન,
RELATED ARTICLES


