ઓક્ટોબર-2025 માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ‘ક્રુષિ રાહત પેકેજ ઓક્ટોબર- 2025’ જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.14/11/2025 થી 15 દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે.
ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનુંસ રહેશે જેની મોરબી જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

