Sunday, December 7, 2025
HomeGujaratમોરબીની અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવી

મોરબીની અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવી

તા. 12/11/2025 ના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે ત્યારબાદ કેસ આવતાની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન વ્યક્તિએ જણાવેલ કે મહિલા ક્યારના એકલા ઉભા હોય તેમજ રડતા હોય ત્યારબાદ સૌ પ્રથમ મહિલા ને સાંત્વના આપી ધીરજ સાથે કાઉન્સિલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના હોય અહીંયા તેઓ તેમના પતિ સાથે એક કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય પરંતુ પતિ સાથે ઝઘડો થતા તે તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલાએજણાવેલ કે તેવો હાલ જ્યાં રહેતા હોય ત્યા તેમને થોડા જ દિવસ થયેલ હોવાથી તે રસ્તો ભૂલી ગયેલ હોય પરંતુ તેમના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે કંપનીનું નામ તેમને યાદ હોવાથી આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ કરતા મહિલા ના પતિ જે કંપનીમાં કામ કરતા હોય તે મળી આવતા મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની જાણ કર્યા વગર નીકળી ગયા બાદ આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં પોતે પણ ચિંતિત હતા ત્યારબાદ 181 ટીમ દ્વારા તેમના પતિને સલાહ સુચન માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપેલ તેમજ તેમની પત્ની જોડે ઝઘડો ના કરવા જણાવેલ અને હવે પછી તેમની પત્નીનું ધ્યાન રાખે જેથી હવે પછી આવી રીતે ઘરેથી ના નીકળે તેમજ મહિલાએ પણ જણાવેલ કે હવે પછી તેમના પતિને કહ્યા વગર ક્યારેય નીકળશે નહીં તેવું જણાવેલ અને રાજી ખુશીથી તેમના પતિ સાથે રહેવા જણાવેલ આમ મહિલાનું પતિ સાથે મિલન કરાવેલ મહિલાના પતિએ સહી સલામ તેમના ઘરે પહોંચાડવા બદલ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page