HomeGujaratમોરબીના વાવડી રસ્તો બન્યા બાદ આઇકોનિક રોડના નામે 1 કરોડ ખર્ચ્યા...

મોરબીના વાવડી રસ્તો બન્યા બાદ આઇકોનિક રોડના નામે 1 કરોડ ખર્ચ્યા છતાં ગંદકીના ગંજ પોકેટ ગાર્ડનમાં સાધનોમાં તોડફોડ

મોરબીનો વાવડી રોડ એક સમયે નગરપાલિકા સમયે શાસકો દ્વારા રાજકોટના કાલાવાડ જેવો રોડ બનાવવાના સપના દેખાડ્યા તેમજ રોડ નિર્માણમાં કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા જોકે જે તે વખતના શાસક ન તો રોડ ગુણવત્તાયુક્ત બનાવી શક્યા કે ન સુવિધા વધારી શક્યા. નગર પાલિકા માંથી મહા નગર પાલિકા બન્યા બાદ  વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા અને શહેરના બ્યુટીફિકેશનના કામ શરૂ કર્યા હતા જેના ભાગરૂપે મોરબીના આજ વાવડી રોડને આઇકોનિક રોડના પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો અને વધારાના એક કરોડ રૂપિયા નાખ્યા જેમાં રોડના ડીવાઈડર રંગ રોગાન અને પોકેટ ગાર્ડન,બાંકડા મૂકવા સ્ટ્રીટ લાઈટ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો જોકે આ ખર્ચ ખરેખર ચોપડે જ થયો હોય તેમ હલકી ગુણવતાની ચીજવસ્તુઓ ઠોકી બેસાડી હોય તેવી સ્થિતિ બની છે.કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા આ આઇકોનિક રોડ ના પોકેટ ગાર્ડન ની હાલત ખસતા હાલ થઈ ગઈ છે. રોડના ડિવાઇડર પર કચરાના ગંજ ખડકયેલા છે તો રોડની બંને સાઈડની સ્થિતિ પણ ખાસ વખાણવા લાયક નથી મુકાયેલા બાંકડાઓ અને ડસ્ટબિન પણ તૂટી ગયા છે જેના કારણે આ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે.
મોરબીમાં તંત્રનીતિના કારણે અગાઉ પણ સેલ્ફી પોઇન્ટ ગણતરીના દિવસમાં તહસ નહસ થઈ ગયો હતો. તો વાવડી રોડ પર લાગેલી આઈ લવ મોરબી વાળી સેલ્ફી પોઈન્ટ પણ પણ આવી હાલતમાં પહોંચી ગયો છે.પોકેટ ગાર્ડનમાં મૂકેલા
હરણના સ્ટેચ્યુ પણ તૂટી ગયા છે.મોરબીમાં લોકોની સુવિધા માટે મૂકેલી વસ્તુ અસમાજિક તત્વો ગણતરીના દિવસમાં તોડી મરોડી નાખતા હોય છે.તેમ છતાં આવા તત્વો ફરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં લોકોની સુવિધા માટે કોઈ વસ્તુ મૂકવામાં આવે ત્યારે તેની સુરક્ષાની પણ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW