માવઠાએ ખેડૂતો માટે દિવાળી પછી હૈયાહોળી સર્જી દીધી છે. કમોસમી વરસાદથી કપાસની સાથે મગફળીનો સોથ બોલી ગયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને બેઠા કરવા માટે તેમની મગફળીને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર ખેડૂતોની વ્હારે આવીને ખેડૂતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને સરદારે ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મોરબી અને માળીયાના 3581 ખેડૂતો, વાંકાનેરમાં 1800 ખેડૂતો, હળવદમાં 9423 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ટંકારામાં બે, મોરબી અને હળવદમાં એક એક એમ જિલ્લામાં હાલ ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઈ રહી છે. છેલ્લા બે દિવસની મગફળીની ખરીદીના આંકડા જોઈએ તો પહેલા દિવસે 892 બોરીમાં 312.200 મેટ્રિક ટન, બીજા દિવસે 1360 બોરીમાં 476 મેટ્રિક ટન મળીને બે દિવસમાં કુલ 2252 બોરીમાં 788.200 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ બે દિવસમાં 150 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવ્યા હતા. તેમાંથી 34 ખેડૂતો જ મગફળી લઈને વેચવા આવ્યા હતા અને 116 જેટલા ખેડૂતો આવ્યા ન હતા. એના પરથી માલુમ પડે છે કે, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછો રસ છે. જો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કે મગફળીના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોમાં અંસતોષ તેમજ મગફળી કોઈ કારણોસર રિજેક્ટ થઈ હોય એવી હાલ તો ખેડૂતો પાસેથી કોઈ ફરિયાદ સામે આવી નથી.
મોરબી જિલ્લામાં બે દિવસમાં 34 ખેડૂતોની 788.200 ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી
RELATED ARTICLES


