Saturday, December 6, 2025
HomeGujaratમીતાણા નજીક ટ્રક પાછળ રિક્ષા ઘૂસી, બે ગંભીર ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા

મીતાણા નજીક ટ્રક પાછળ રિક્ષા ઘૂસી, બે ગંભીર ઇજાગ્રસ્ત રાજકોટ ખસેડાયા

રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાના મિતાણા ઓવરબ્રિજ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને સીએનજી રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ટંકારા-રાજકોટ હાઈવે પર મીતાણા ગામ નજીક ઓવરબ્રિજ પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે સમયે પાછળથી આવી રહેલી સીએનજી રિક્ષા ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્માતની જાણ થતાં જ ટંકારા પોલીસ સ્ટેશનના કર્મચારી ધવલભાઈ પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

ઘટનાસ્થળે હાજર મિલન નિમાવત નામના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ ચડતી વખતે સીએનજી રિક્ષા અચાનક ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષાનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page