મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મેહુલભાઈ મનસુખભાઈ ઝાલોડીયાએ આરોપી GJ-03-HA-3244 નંબરના કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.31/10/2025ના રોજ મેહુલભાઈના ભાઈ જયેશભાઈ GJ-36-AH-7030 નંબરનું બાઈક લઈને ઉંચી માંડલ બાપા સિતારામ હોટલ પાસે ગેરેજેથી તેમના ઘરે મહેન્દ્રનગર ખાતે જતા હતા, ત્યારે હળવદ-મોરબી હાઈવે રોડ ઉપર બાપા સિતારામ હોટલ સામે પહોંચતા GJ-03-HA-3244 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી જયેશભાઈના બાઈકને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં જયેશભાઈને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
હળવદ-મોરબી હાઈવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત
RELATED ARTICLES


