અરબી સમુદ્રમાં સર્જાયેલા વરસાદી સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ પડ્યો હતો.જેના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા ચોમાસુ પાકને નુકશાન થયું હતું. મોરબી જિલ્લામાં પણ આ કમોસમી વરસાદે ખેડૂતોની 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી નાખતા ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 3.17 લાખ હેકટરમાં ચોમાસું પાકનું વાવેતર થયું હતું. જેમાં કપાસ, મગફળી, સોયાબીન, કઠોળ પાક, શાકભાજી અને પશુનો ચારો સહિતના પાકનું વાવેતર થયું હતું. આ મોટા ભાગનો પાક દિવાળી સુધીમાં તૈયાર થઇ ગયો હોવાથી ઘણા ખેડૂતોને પાક લણી લીધો હતો, પણ દિવાળી બાદ બજારમાં વેચાણનું આયોજન હતું તો ઘણા ખેડૂતો પાક તૈયાર થવાને ગણતરીના દિવસ બાકી હતા પણ આ બન્નેમાં કમોસમી વરસાદે મોટા પાયે નુકસાન કર્યું હતું. જેના કારણે ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
સરકાર દ્વારા નુકશાની માટે સર્વે માટે આદેશ કરતા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી ખેતીવાડી વિભાગ દ્વારા દરેક તાલુકાના સર્વેની ટીમ બનાવવામાં આવી હતી. જિલ્લામાં 29 ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં અંતે જિલ્લામાં કુલ 2.79 લાખ હેકટરમાં નુકશાની થયાનું સામે આવ્યું છે. તાલુકા મુજબ જોઈએ તો આંકડાની દ્રષ્ટીએ સૌથી વધુ હળવદ તાલુકામાં 76,070 હેક્ટરમાં નુકશાની સામે આવી છે. પરંતુ ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો માળીયામાં 97 ટકા જેટલું નુકશાન સામે આવ્યું છે. પાક મુજબ જોઈએ તો મગફળીના 72,215 હેક્ટર વાવેતરમાંથી 59,992 હેક્ટર જયારે 208145 હેક્ટરના વાવેતરમાંથી
| તાલુકો | વાવેતર | નુકસાન |
| મોરબી | 85,145 | 69,390 |
| હળવદ | 84,853 | 76,070 |
| ટંકારા | 47,595 | 35,542 |
| વાંકાનેર | 57,371 | 51,805 |
| માળિયા મી. | 48,040 | 46,645 |
| કુલ | 3,17,004 | 2,79,452 |
વર્ષ 2024માં મોરબી જિલ્લામાં 240 કરોડનું વળતર ચુકવ્યું હતું. મોરબી જિલ્લામાં વર્ષ 2024ના ઓગસ્ટ માસમાં આવેલા વરસાદે મોરબી, માળિયા અને હળવદ સહિતના તાલુકામાં નુકશાની થઇ હતી અને તે વખતે રૂ. 240 કરોડની સહાય ચુકવી હતી. જેમાં હેક્ટર દીઠ બિન પિયત માટે રૂ. 8500 અને પિયત માટે 17 હજાર ચૂકવાઈ હતી. એસ ડી આર એફ ની ગાઈડ લાઈન મુજબ અગાઉ વળતર ચુકવ્યું હતું. જોકે આ વર્ષે કમોસમી વરસાદ માટે ગાઈડલાઈન આવે પછી કેટલું વળતર મળશે તે જાણી શકાશે તેમજ જિલ્લા ખેતી અધિકારી ડો હસમુખ ઝીંઝવાડિયાએ જણાવ્યું હતું.


