ગુજરાત રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટાભાગના બીએલઓને મતદાર યાદી જરૂરી ફોર્મ વિતરણ પણ શરુ કરવામાં આવ્યું છે
આ કાર્યવાહીમાં મતદારોનું વેરીફીકેશન થશે પરંતુ આ કાર્યવાહીમાં કોઈ મતદારનું નામ બે જગ્યા એ હોય તો તે બને જગ્યાએ વેરીફીકેશન કરાવે તો તેને રોકવા માટે કોઈ યોગ્ય સોફ્ટવેર કે પધ્ધતી દ્વારા આ કામગીરી સામેલ કરવામાં આવે તેવી જરૂરી છે જેથી બે તેથી વધારે જગ્યા એ નામ ધરાવતા મતદારોને રોકી શકાય
આ ઉપરાંત મતદાર ઓળખકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે જેથી બે જગ્યાએ નામ હોય તો આસાની થી જાણી શકાશે તો મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માં આવે તેવી મોરબીના રાજકીય આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે
આ ઉપરાંત કોઈ એક રાજ્યની ચુંટણી માં મતદારનું નામ હોય અને તેને મતદાન કરેલ હોય અને તેવા મતદારો ચુંટણી પછી તુરંત અન્ય રાજ્ય માં પોતાનું નામ દાખલ કરાવી ત્યાની ચુંટણી માં પણ મતદાન કરે તો એક મતદાર બે રાજ્ય ની સરકાર નક્કી કરવા માં પોતાનું મતદાન કરે તેવું ના થાય તે માટે પણ યોગ્ય નિયમો કરી તટસ્થ અને સાચી ચુંટણી થાય તેવું કરવા વિનંતી.આ ઉપરાંત S.I.R. ની કામગીરીમાં કોઈ ગેરરીતી ના થાય તે માટે સતત મોનીટરીંગ તેમજ કોઈ યોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવે જેથી તટસ્થ કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવાની માગણી સાથે મોરબીના રાજકીય આગેવાન કે ડી બાવરવા દ્વારા કેન્દ્રિય ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરી છે

