HomeGujaratમાળીયાના સોનગઢ ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે ઈસમો પકડાયા, રૂ. 47.14...

માળીયાના સોનગઢ ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે ઈસમો પકડાયા, રૂ. 47.14 લાખનો મુદ્દામાલ કબ્જે

માળીયા મિયાણા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, સોનગઢ ગામના રામજી મંદિર પાછળ અમુક ઈસમો ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તે સ્થળે સફળ રેડ કરી 200 લીટરની ક્ષમતાવાળા બેરલ નંગ-09માં રહેલ ડીઝલ લી.1800 કિંમત રૂ. 1,44,000 તથા GJ-19-Y-1551 નંબરનો ટેન્કર કિંમત રૂ. 28,00,000 તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ આશરે 22000 લી. કીમત રૂ. 17,60,000 મળી કુલ રૂ. 47,14,800નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી શ્યામસિંધ કૈલાષસિંધ રાજપૂત અને પરેશભાઈ ઉર્ફે લાલો ભુરાભાઈ વીરડાને ઝડપી લઇ પૂછપરછ કરતા અન્ય દશરથભાઈ જશાભાઈ હુંબલનું નામ સામે આવ્યું હતું. પોલીસે તે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW