માળીયા પોલીસે મળેલ બાતમીના આધારે ખાખરેચી ગામે રેડ કરી હતી. જ્યાં રહેણાંક મકાનમાં જુગાર રમતા કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા, રધુભાઈ દિનેશભાઈ શંખેશરીયા, ગોપાલભાઈ અવભાઈ ભોજવીયા, કિશોરભાઈ હરજીભાઈ મેવાડા અને સંજયભાઈ સોડાભાઈ દેલવાડીયા નામના પાંચ શખ્સોને રૂ. 10,240ના મળેલ મુદામાલ સાથે પોલીસે ઝડપી લઇ તે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

