HomeGujaratવાંકાનેરના ચિત્રાખડા ગામ નજીકથી બોલેરો કારમાંથી રૂ.16 લાખનો ઇંગલિશ દારુ-બીયરનો જથ્થો મળી...

વાંકાનેરના ચિત્રાખડા ગામ નજીકથી બોલેરો કારમાંથી રૂ.16 લાખનો ઇંગલિશ દારુ-બીયરનો જથ્થો મળી આવ્યો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, થાનગઢ તરફથી ઊંડવી વાળા રસ્તે થઈ એક GJ-13-AX-6305 નંબરની બોલેરો કાર લુણસર તરફ આવે છે, જે બોલેરો કારમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ હોય તેવી ચોક્કસ બાતમીના આધારે ચિત્રાખડા ગામ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. જે સ્થળેથી તે બોલેરો કાર પસાર થતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી 540 ઇંગલિશ દારૂની બોટલો, 4464 નંગ બિયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂના મુદામાલ સાથે 2 મોબાઈલ ફોન અને બોલેરો મળી કુલ રૂ. 22,18,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી બોલેરો કારના ચાલક ભરતભાઈ હકાભાઈ ઝાલા અને પ્રકાશભાઈ ગીધાભાઈ ઝાલાને પકડી લઈ પૂછપરછ કરતા પ્રવીણ ઉર્ફે પરમેશ હકાભાઇ ઝાલાનું નામ સામે આવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW