HomeGujaratમોરબીનો શખ્સ CBI, CID સહીતના નકલી આઈ કાર્ડ સાથે વડોદરામાં ઝડપાયો

મોરબીનો શખ્સ CBI, CID સહીતના નકલી આઈ કાર્ડ સાથે વડોદરામાં ઝડપાયો

વડોદરામાં CID, દિલ્હી ક્રાઈમ અને CBIના બોગસ આઈ કાર્ડ સાથે એક શખ્સને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જેથી રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ખોટી પોલીસની ઓળખ ઊભી કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે.

રાવપુરા પોલીસની ટીમ 29 ઓક્ટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી હતી. તે દરમિયાન એક શખ્સ શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા પુછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા. આરોપી ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી (રહે. એ-98 નતાશાપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા, વડોદરા શહેર મુળ રહે. વાઘપુર ગામ તા.જી. મોરબી) હોવાનું જણાવી પોતે પ્રેસ મીડીયામાં હોવાનું જણાવતો હતો, જેથી આઈકાર્ડ બતાવવાનું જણાવતા તેણે પોતાની પાસે રહેલ 4 અલગ-અલગ આઇકાર્ડ આઇકાર્ડ મળી આવ્યા હતા.

આરોપી પાસેના આઈ કાર્ડની નોંધણી કે, વેરીફિકેશન બાબતે પુછતા કોઈ નોંધણી કે કોઈપણ સરકારી કચેરીમાં વેરીફીકેશન કરાવ્યું નહોતું, જેથી પોલીસે ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણીએ C.I.D., DELHI Crime તથા CBIના ઓળખપત્રો પોતાની પાસે રાખી પોતે પોલીસ હોય તેવી ઓળખ પ્રસ્થાપિત કરતા હોવાથી તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 205 મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW