મોરબીના બેલા ગામે રહેતા મેહુલભાઇ જયેશભાઇ આચાર્યએ આરોપીઓ વિવેકભાઇ માધાભાઇ રબારી, જેમલભાઇ જીવણભાઇ રબારી, જગદીશભાઇ જીવણભાઇ રબારી અને નવઘણભાઇ ખોડાભાઇ રબારી સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મેહુલભાઈ અને તેના મિત્ર સાહેદ સાહીલ શેરીમાં બેઠેલ હોય ત્યારે સાહેદ સાહીલ સાથે મશ્કરીમાં આરોપી વિવેકભાઇ માધાભાઇ રબારીએ ગાળો બોલતા હોય જેથી મેહુલએ ગાળો બોલવાની ના કહેતા જે બાબતનો ખાર રાખી આરોપીઓએ મેહુલને ગાળો આપી અને તેની સાથે ઝપાઝપી કરી લાકડીઓ વડે આડેધડ માર મારી તેમજ ફરીયાદી મેહુલભાઈના બા કનકબેન છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ બા કનકબેનને ધક્કો મારી પાડી દય તથા ચારેયે આરોપીઓએ છુટા પથ્થર, લાકડીના ઘા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


