માળિયાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસીંહ ઉર્ફે પિન્ટુભાઇ મેઘુભા પરમારે અજાણ્યા ચોર વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેની સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM 65નું કોઇ અજાણ્યો ચોર ઇસમે તાળુ તોડી પવનચક્કીના ઇલેક્ટ્રીકના કોપરના કેબલ વાયર આશરે 500 મીટર જેની કિંમત રૂ. આશરે 2,25,000નો કાપી ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે.


