મોરબીના રવાપરથી ઘુનડા તરફ જતા રોડ પર સરસ્વતી ફાર્મ નજીક સોમવારે મોડી રાત્રે જીજે 18 બી આર 2345 નંબરની મહિન્દ્રા એક્સ યુ વી 700 મોડેલની એક કારના ચાલક દીક્ષિત પટેલે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ ની પાસે આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી સદનસીબે કાર ચાલકે સમય સુચકતાથી કારનો દરવાજો ખોલી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો,જે બાદ કાર ચાલકે 112 હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માગતા 112 ની ટીમ અને મોરબી ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને કારને ટોઈંગ કરી પાણીમાંથી બહાર કાઢી હતી


