મોરબી SOG ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામા રહે. સરવડ તા.માળીયા જી.મોરબીવાળાએ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોય જેવી ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે પંચો ગોઠવી આરોપીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન તે સ્થળ પરથી વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-13 જેનું વજન 3 કિલો 350ગ્રામ કી રૂ.- 33,500નો મુદામાલ મળી આવ્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી પ્રવીણભાઈ મગનભાઈ વિરમગામાને પકડી લઈ તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


