અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની એક મજબુત સીસ્ટમ જેમ જેમ ગુજરાત નજીક આવી રહી છે તેમ તેમ અલગ અલગ જિલ્લા વરસાદી માહોલ સર્જાયો છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ સહિતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લા માં પડેલા અતિભારે વરસાદને કારણે શિયાળામાં પુરની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ખાંભા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રીતસર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જેના કારણે તૈયાર થયેલો ચોમાસું પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે. આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના બીજા જિલ્લામાં જોવા મળી રહીછે જેના કારણે અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે
મોરબી જિલ્લામાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે અને રવિવારે હળવા વાદળો ઘેરાયા બાદ રાત્રીના સમયે વાતાવરણ પલટાયું હતું ને રાત્રી દરમિયાન ગાઢ વાદળો વચ્ચે અલગ અલગ વિસ્તારમાં કમોસમી છાટા વરસ્યા હતા સોમવારે સીસ્ટમની અસર યથાવત રહી હતી અને ગાઢ વાદળ વચ્ચે બપોરના સમયે છાંટા વરસ્યા હતા
હવામાન વિભાગ દ્વારા આગામી 29 ઓક્ટોબર સુધી અલગ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા જિલ્લામાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વક્ત કરી છે બાદમાં ધીમે ધીમે વરસાદી સીસ્ટમ ગુજરાત થી દુર ફંટાતા વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા વ્યક્ત કરી છે


