માળિયા તરફથી મોરબી તરફ આવતા અશોક લેલન ટ્રકમાં ક્રૂરતા પૂર્વક કેટલાક પશુઓને ના ના બાંધીને લઈ જતા હોવાની માહિતી ગૌ રક્ષકોને માહિતી મળી હતી જેના આધારે ગૌ રક્ષકોની ટીમે અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી દરમિયાન જીજે 13 એ એક્સ 6891 નંબરના અશોક લેલન ટ્રક ભરતનગર ગામ નજીક આવતા તેને અટકાવ્યો હતો અને ટ્રેકની તલાસી લેતા તેમાંથી 26 જેટલા જીવતા પાડા મળી આવ્યા હતા.આ પાડા ને કોઈ પણ પ્રકારનો ઘાસ ચારો કે પાણીની સગવડ ન હતી.તેમજ કેપીસિટી કરતા વધુ પાડા ભરીને લઈ જવાતા હતા જોકે તે ક્યાં લઈ જતા અંગે તે કોઈ માહિતી સામે આવી નથી પણ કતલખાને લઈ જવાતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
બનાવ અંગે મોરબી મહેન્દ્રનગર ગામમાં રહેતા અનિલ હરિલાલ કન્ડીયા નામના યુવાને ટ્રકમાંથી પકડી પાડેલા અહેમદ મેરાજ જુણેજા અને સલીમ હૈદર ખાવડીયા અને બન્ને ની પૂછપરછ માં રાજકોટના હાજી ઉર્ફે ઇલિયાઝ જીવાભાઈ ખોરાણી નું પણ નામ ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સ્થળ પરથી 26 જીવતા પાડા અને ટ્રક જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


