મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા અનીલભાઇ હરીલાલ કંડીયાએ જણાવ્યું હતું કે, મોરબી-માળીયા હાઇવે રોડ પર ભરતનગર ગામ પાસે GJ-13-AX-6891નંબરના ટ્રકમાં લઇ જવાતા 26 પાડા એમ કુલ 26 પશુઓને આરોપી એહમદભાઇ મેરાજભાઇ જુનેજા, સલીમભાઇ હૈદરભાઇ ખાવડીયા અને હાજીભાઇ ઉર્ફે ઇલ્યાસ જિવાભાઇ ખોરાણીએ કતલખાને વેચાણ કરવા માટે ટ્રકમાં ત્રાસ થાય તે રીતે ખીખોખીચ ભરી અને કોઈ ઘાસચારા કે પાણીની સગવડ ન હતી. પોલીસ ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી ટ્રકમાં ભરી કતલખાને લઈ જવામાં આવી રહેલા 26 પાડાના જીવ બચાવી લેવામાં આવ્યો હતો. બે આરોપીઓ સાથે કુલ રૂ.- 7,52,000 ના મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે તે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.


