મોરબી તાલુકાના આમરણ ગામમાં રહેતા ખાનગી નોકરી કરતા મનોજભાઇ વીરજીભાઇ પરમાર નામના યુવાનને તેના ગુલામહુશેન અશરફમિયા બુખારી નામના શખ્સ સાથે નવરાત્રી દરમિયાન કોઈ બાબતે ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી ગત તા 23 ના રોજ વિવેકાનંદ વિધાલય પાસે રોડ ઉપર આમરણ ગાળો આપતા મનોજભાઈએ ગાળો આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઇ જઇ ચાબુક વડે માથામા તથા ડોકના ભાગે મુઢ ઇજા કરી ઢેઢાઓ આ રીતે
દાઢી મુછો રાખીને ગામમા ફરો છે તે બાબતે મને વાંઘો છે તેમ કહી જાતિ પત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી બનાવ અંગે તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. જેના આધારે તાલુકા પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી


