વાંકાનેર તાલુકાના ઢૂવા ગામની સીમમાં આવેલા મીલેનીયમ સીરામીક નામની ફેકટરીમાં રહેતા અને મજુરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશ ના કન્નોજ જિલ્લાના તીરવા ગામના અશોકનગર સોસાયટીના વતની કરનકુમાર વિનોદકુમાર કઠેરીયાની પત્નિ પોતાના પિતાને ત્યા જતી રહેલ હોય અને દિવાળીના તહેવારે કરનકુમારે ફોન કરી પોતાની પાસે
આવવાનુ કહેવા છતાં પત્ની સાસરે પરત ન આવતા કરનને મનોમન લાગી આવતા રૂમ બંધ કરી પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી


