માળિયા મીયાણા નજીક નેશનલ હાઇવે થી પીપળીયા તરફ જતા રોડ પર નીકળી ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી આધારે પોલીસે શહેરના વાગડીયા ઝાંપા પાસે વોચ ગોઠવી હતી અને જીજે 08બીબી 7130 નંબરની ઇકો કાર રોકાવી તેની તલાસી લેતા તેમાં રૂ.76 હજારની કિંમતનો 197 બોટલ વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે કાર ના ચાલક કિશન આયદાન ખાદા અને સાગર ઉર્ફે ઠુઠો રોમૈયા સવસેતાને ઝડપી લીધા હતા આરોપીની પૂછપરછ કરતા સાધુરામ નામના શખ્સનું નામ સામે આવ્યું હતું.બનાવ અંગે માળિયા મીયાણા પોલીસ વિદેશી દારુ, ઈકો કાર અને મોબાઇલ સહિત 2.01 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


