વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ આવેલા મિટ્ટી કુલ કારખાનામાં રહેતા પ્રફુલ કેશુ ભાઈ કરવાડીયા ના પાડોશમા રહેતા વિપુલ દિનેશભાઇ સાથલીયા સાથે આ કેટલાક લોકો સાથે ઝઘડો થયેલ હોય જેથી પ્રફુલભાઇ કેરવાડીયાનો પુત્ર ધ્રુવ તથા તેના અન્ય મિત્રો દિપક મનસુખભાઇ પરેચા તથા કરણ જયેશભાઇ કુંભાર આરોપીઓને સમજાવવા માટે જતા ચાર જેટલા શખ્સે મંડળી રચી સમાન ઇરાદાથી તેઓની સાથે બોલાચાલી ઝઘડો કરી જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ત્રણેયે મિત્રો પર છરી અને અન્ય હથિયાર વડે હુમલો કરી દેતા ધ્રુવ ને છાતીના ભાગે ડાબી બાજુ મારી ગંભીર ઇજા કરતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બનાવમાં વાંકાનેર પોલીસે કાનો દેગામાં અને અન્ય ચાર સગીર સહિત 5 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


