Saturday, October 25, 2025
HomeGujaratમોરબીમાં સાસુની હત્યા કરી લાશ અંદરના ગુનામાં જમાઈ ચાર દિવસના રિમાન્ડ પર 

મોરબીમાં સાસુની હત્યા કરી લાશ અંદરના ગુનામાં જમાઈ ચાર દિવસના રિમાન્ડ પર 

: મોરબીના આંદરણા ગામની સીમમાં વાડીના સેઢા પાસે સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અને પુરવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. અને હત્યાના આ ગુનામાં આરોપી નાનેશ્વર પંડેરી પંવારની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા 23 સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

એલસીબીની ટીમે આરોપી નાનેશ્વર પવારની પૂછપરછ કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે, તે પીપળી ગામ પાસે શીવ પાર્કમા તેના બે દીકરા, પત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહેતો હતો જોકે, તેના સાસુ વગર વાંકે આરોપીના પત્ની તથા બંન્ને બાળકો સાથે ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેણે કંટાળીને તેની જ સાસુની હત્યા કરવા માટેનો પ્લાન તેના જૂના મિત્ર રાહુલ ડામોરને સાથે રાખીને બનાવેલ હતો અને આ કામ માટે રાહુલને 50,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સુશીલાબેનની હત્યા કરીને પુરાવાનો નાશ કર્યા બાદ નાનેશ્વર પવારે રાહુલ ડામોરને તે રૂપિયા આપી પણ દીધા હોવાનું સામે આવ્યું છે. જે દિવસે ઘટનાને અંજામ આપવામાં આવેલ હતો ત્યારે આરોપીનો મિત્ર રાહુલ ડામોર અને રાહુલનો મિત્ર તા. 12/10 ના રોજ રાતે 12 વાગ્યે તેના ઘરે આવ્યા હતા અને હાલમાં પકડાયેલ આરોપીના સાસુ સુશીલાબેન સૂતા હતા ત્યારે આરોપી નાનેશ્વરે તેની સાસુના પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી દીધું હતું અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી ત્યાર બાદ કોથળામા લાશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈક નંબર જીજે 3 ડીએન 2721 માં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી હતી અને ત્યાર બાદ નાનેશ્વરને તેનું બાઇક રાહુલ પાછું આપી ગયો હતો અને રાહુલ તથા તેનો મિત્ર બંને મોરબીથી હાલમાં ભાગી ગયા છે જેથી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,140SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page