ગઈ કાલે પ્રકાશના પર્વ દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. 10 વાગ્યા સુધીના ફટાકડા ફોડવાના જાહેરનામાં વચ્ચે લોકોએ આખીરાત આતશબાજી ની મજા માણી હતી. શહેરના આકાશમાં રંગબેરંગી રોકેટની રંગોળી જોવા મળી હતી. લોકોના આ આતશબાજી વચ્ચે ક્યાંક ક્યાંક આગજની ઘટના પણ બની હોવાનું ફાયર વિભાગની ટીમ પાસેથી માહિતી સામે આવી છે.તહેવારોની ઉજવણી દરમિયાન આગજની ઘટનાને અટકાવવા મોરબી ફાયર વિભાગની 21 લોકોની ટીમ શહેરના ત્રણ વિસ્તાર જેમાં જુના હાઉસિંગ બોર્ડ, નવા બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય ફાયર ઓફિસ કચેરી ખાતે તૈનાત રાખવામાં આવી હતી.રાત્રી દરમિયાન મોરબી શહેરના શક્તિ પ્લોટ પાસે બંધ મકાનની બાજુમાં ઝાડમાં આગની ઘટના બની હતી તો બીજી ઘટના હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ ની સામે કોમન પ્લોટ માં બંધ કેબીન અને લારીમાં લાગી હતી, જુના બસ સ્ટેન્ડ થી રામચોક રોડ પર sbi બેન્ક ની પાછળ વંડા મા આગની ત્રીજી ઘટના સામે આવી હતી આ ઉપરાત પંચાસર રોડ સત્યમ હોલ ની સામે વંડામાં ,રવાપર રોડ, કાલિકા પ્લોટ એજે કંપનીના પાસે વંડામાં કચરામાં અને સનાળા રોડ શિવ ટેલિકોમ વાળી ગલીમાં વંડામાં કચરા માં આગની ઘટના સામે આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આખી રાત અલગ અલગ સ્થળે આવેલા કોલ ને લઈ દોડતી રહી હતી.સદ નસીબે એક પણ સ્થળે જાન હાની ન થઈ હોવાનું સામે આવ્યું છે.
૭) લોહાણા પરામાં ઝાડના થડ માં આગ


