મોરબીના શનાળા રોડ નજીક કન્યા છાત્રાલયના પાછળ ભાગે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા વે જયભાઈ પ્રવીણભાઈ અંબાણીએ ડી માધવ દિનેશ મકવાણા અને બે અજાણ્યા સ્કૂટર ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં થોડા સમય અગાઉ તેઓએ તેમજ તેમના પિતાએ આરોપી માધવના પિતા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં તેમના મોરબી – રાજકોટ હાઇવે ઉપર આવેલા ટ્રેકટરનો શો રૂમમાં આંતક મચાવ્યાની તેમજ બાદમાં આ અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હોય એ ફરિયાદનો ખાર રાખી આરોપી તેમજ તેમના માણસોએ બે દિવસ પૂર્વે તેમના ઘરમાં રાત્રીના સમયે સુતળી બૉમ્બ ફેંક્યો હોવાનું સીસીટીવી મા દેખાયું હતું. જો કે આ સુતળી બૉમ્બ ઘરમાં ફેંકી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ગત તા.20ના રોજ પરિવાર સાથે ફરિયાદી તેમના સગાની હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા બાદ પાછા આવતી વખતે માધવ સહિત ત્રણેય શખ્સોએ તેમનો પીછો કરી છોટાલાલ પંપ ખાતે ગાડીમાં ડીઝલ પુરાવવા ઉભા રહેતા માધવે ત્યાં જઈને ગાડી ફરતે ચક્કર મારી જયભાઈ તેમજ તેના પુરા પરિવારને પતાવી દેવાની ધમકી આપી ઘર સુધી પીછો કરીને ભય ફેલાવ્યો હોવાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.


