મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં ભીમરાણા નગર પાવર હાઉસની બાજુમા રહેતા વિનોદભાઇ શામજીભાઇ સિંહોરા નામના યુવાને કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ પરિજનો સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગેની જાણ થતા મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી હતી.


