મોરબીના વીશીપરામાં રહેતા અનીલભાઇ મનોજભાઇ ચૌહાણે આરોપી શિવમભાઇ રબારી, હીરાભાઇ રબારી અને પૃથ્વીરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, અનીલભાઇએ આરોપી શિવમભાઇ રબારી પાસેથી રૂપિયા વ્યાજે લીધેલ હોય જે દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પુરા પૈસા ચુકવી શકેલ નહી જેથી આરોપીઓએ વ્યાજના પૈસાની ઉઘરાણી માટે મોકલતા અનીલભાઇ પોતાના ઘર પાસે મળી આવતા વ્યાજના પૈસાની માંગણી કરતા અનીલભાઇ પાસે પૈસાની સગવડ નહી હોવાનું જણાવતા તેને બિભત્સ ગાળો આપતા અનીલભાઇએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ અનિલભાઈને બે ત્રણ જાપટો મારી ઢીંકા પાટુનો માર મારેલ તેમજ છરી વડે પેટના ભાગે પડખામાં તેમજ વાંસાના ભાગે ધા મારી ગંભીર ઇજા કરી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સીટી બી-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનાની નોંધ કરી છે.


